ઘણા સમય થી ઈચ્છા હતી કે ચાર ધામ ની યાત્રા વિષે લખું . પણ સમય અને કોમ્પ્યુટર ના અભાવે લખી ના સક્યો જે હવે શક્ય બનતા લખી રહ્યો છું .
ચાર ધામ યાત્રાના દર્શન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. હરદ્વારથી સીધા બદ્રીનાથ જઈએ તો ૩૦૦ કિમી અને ઋષિકેશ, દેવપ્રાયગ દ્વારા યમનોત્રી, ગંગોત્રી અને ઊત્તરકાશી તથા કેદારેશ્વર, ત્રિપુગી અગ્રી તીર્થ થઈને ફરી પાછા વળતા નારાયણ કોટી, ગુપ્તકાશી, ઉષામઠ, રૂદ્રનાથ આવે છે. બદ્રીનાથ પહોંચતા કુલ ૬૪૦ કિ.મી.ની મુસાફરી કરવી પડે છે.
શાસ્ત્રોકત આધાર મુજબની આ ચાર ધામ યાત્રા હરદ્વારથી પ્રારંભ થાય છે, એટલે તેને હરદ્વાર-સ્વર્ગદ્વાર-ગંગાદ્વાર કહે છે. આ ક્ષેત્રના બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી, ગંગોત્રી, સ્થાનો પવિત્ર માનવામાં આવે છે.
ઉત્તરાખંડ રાજયમાં ચારધામની આ યાત્રા મે માસથી શરૂ થઈને નવેમ્બર સુધી ચાલે છે, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથના મંદિર એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અથવા તો મેના પ્રથમ અઠવાડિયામાં ખૂલે છે.
ચાર ધામ યાત્રા હરિદ્વાર થી શરુ થાય છે .અને હરિદ્વાર થી ચાર ધામ યાત્રા કરતા લગભગ 1500 કિલોમીટર ની મુસાફરી કરવી પડે છે .અને લગભગ આઠ કે નવ દિવસ થાય છે .
તૈયારીઓ તડામાર ચાલતી હતી, જાત જાતની પૂરી, ચકરી, ગોળપાપડી, સક્કરપારા, ચેવડો અને થેપલા એવું બીજું ઘણું બધું. દિવાળીના દિવસો હોય તો સ્વાભાવિક છે, ઘરે ઘરે આ જ દ્રશ્ય હોય, એમાં નવાઈ શાની? પણ અહીં હકીકત થોડી જુદી હતી. આ તૈયારી ચાલતી હતી તે દિવાળીની નહીં પણ ચારધામ યાત્રા જવા માટેની હતી એટલે સવાલ થવો સ્વાભાવિક હતો કે ચારધામ યાત્રા ફરવા માટે જવાનું છે કે ખાવા માટે! પણ ભાઇ આપણે તો કોઈ પણ પ્રવાસની તૈયારી આ રીતેજ થાય, પછી એ ફોરેન જવાનું હોય કે ચારધામ યાત્રા …પહેલી પ્રાથમિકતા તો ખાવાપીવાની સગવડને આપવાની નહીં તો આપણું ગુજરાતીપણું લજવાય!
ફેબ્રુઆરી મહીનામાં એક કૌટુંબિક પ્રસંગે ભેગા થયા ત્યાં વાતમાંથી વાત નીકળીને આમ ચારધામ યાત્રા જવાનું બીજ રોપાયું ત્યારે અમે બધા થઈને વીસ લોકો તૈયાર થયા ત્યારે થયું કે જમાવટ થવાની. પણ ધીમે ધીમે જેમ નક્કી કરેલો સમય માર્ચ માં બુકિંગ નો સમય નજીક આવતો ગયો એમ વાજબી કારણો ને લઈને વિકેટો પડતી ગઈ ને પીચ ઉપર છેક સુધી અણનમ રહ્યાં અમે દસ લોકો, હું (કૃષ્ણકાંત દવે) ને શ્રીમતી વંદના મારી બે પુત્રી કિન્નરી અને માનસી , મારા સસરા સુરેશભાઈ જોષી,મારા સાસુ રંજનબેન જોષી ,કાકાજી સસરા મહેશભાઈ જોષી ,કોકીલાબેન જોષી, અને તેમના વેવાઈ જગદીશભાઈ પંડયા અને અરુણાબેન પંડયા …આમ દસ જણા
પછી મગજમારી ચાલુ થઈ ટુરનો રૂટ અને પ્રવાસનાં સ્થળો નક્કી કરવાની, બાકી ના બધા વડીલો કહે કે તું જે નક્કી કરે તે જ રૂટ ,અમે તો પહેલી વખત એ બાજુ જઈએ છીએ. એટલે એક માત્ર ઇન્ટરનેટ અને ગૂગલ દેવ ( હા, બિલકૂલ મઝાકનો મૂડ નથી, આ કળજૂગમાં કોઈ હાજરા-હજૂર દેવ હોય કે જેની પાસે તમામ સવાલના ઉકેલ છે તો એ એક માત્ર ગૂગલ દેવ છે!)
માર્ચ મહિના માં ટીકીટ બુક કરાવી લેવી પડે કારણ કે હવે 90 દિવસ પહેલા રેલ્વે નું બુકિંગ થાય છે,
ક્યા સ્થળને કેટલા દિવસ ફાળવવા? ત્યાં શું શું જોવા લાયક છે? ઉતરવા માટે કઈ હોટલ સારી? અગાઉથી બુકીંગ કરાવવું પડશે કે પછી પડશે એવા દેવાશે? આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો. એમાં ભળી રેલ ટીકીટ બુકીંગની લમણાઝીક. સ્ટેશને જવાનું, લાંબી લાઇનની વૈતરણી પાર કરને બારી આવે ત્યાં ’અવેલેબલ’ માંથી ’વેઈટીંગ’ થઈ ગયું હોય! ( ઓનલાઇન બુકીંગ? IRCTC મોટા ભાગે સવારના દસ વાગ્યા સુધી ઘેનમાં હોય છે એવો અત્યાર સુધીનો અનુભવ છે!) ને એમાંયે તારીખો અને મેમ્બરો ફરવાને લીધે કેન્સલ,રીબુકીંગ, કેન્સલ ચાલ્યું. છેવટે ફાયનલ દસ ની જે ટીકીટ હાથમાં હતી એ હતી વેઇટીંગ. પણ ત્રણ મહિનાનો સમય હતો એટલે ચિંતા નહોતી
એટલે પ્રવાસ ના દિવસો અને મુસાફરી ના દિવસો નો ટાઇમ એ મુજબ 22 દિવસ નો પ્લાનિંગ કર્યો, અને ટીકીટ નું બુકિંગ કરાવ્યું જતા વેઈટિંગ હતી , છતાં બુકિંગ કરાવી નાખી,
અખાત્રીજ થી ચારધામ નો રૂટ ખુલે છે અને અમો વૈશાખ સુદ બીજ ના રાત્રે જવા નીકળીએ એ રીતે બુકિંગ કર્યું,
રૂટ આ મુજબ નકી કર્યો , મોરબી થી હરિદ્વાર મુસાફરી 2 દિવસ ,હરિદ્વાર 2 દિવસ ચારધામ 8 દિવસ ,દિલ્હી 2 દિવસ ,ગોકુલ-મથુરા 3 દિવસ આગ્રા -ફતેપુર સિક્રી 2 દિવસ આ પ્લાનિંગ હતો બાકી તો ત્યાં જઈએ પછી શું ફેરફાર થાય .તે મુજબ ફરવું .
તૈયારી તો તડામાર ચાલુ જ હતી ….દિવસો પણ જલ્દી નજીક આવતા હતા . અમે લોકો એ ઘણા પ્રવાસ માં ગયા છીએ, મારી દીકરીઓ પણ તેની મમ્મી ને તૈયારી માં મદદ કરતી હતી, મમ્મી … જો ગયા વખતે સાઉથ માં ગયા અને થેલો વજન થી ફાટી ગયો ત્યારે સોઈ દોરો ના હતા . આ વખતે યાદ કરી ને લેજે ..આમ થેલા ઓ ભરતા ગયા . આ તો જોશે ત્યાં ક્યાં થી લાવીશું ..આતો હિમાલય નો પ્રવાસ હતો એક થેલો સ્વેટર નો થયો . સરવાળે બે સુટકેશ ને બે થેલા આમ ચાર દાગીના થયા .
“મને તો ઘણી વાર એવું થાય કે આપણી સૌરાશ્ટ્ર જનતા કે મેઇલ જો લુટાય ને તો ૫-૭ હજાર થેપલા ડાકુને મળે!”
અને એ દિવસ આવી ગયો ટીકીટ આરએશી હતી . જોઈશું કંઇક એડજસ્ટ કરીશું ..કહી ને નીકળી પડ્યા
રાત્રે દસ વાગે સાજન -માજન સાથે વરઘોડો નીકળે તેમ ..થેલા , સુટકેશ ફળિયા માં રાખી બે રીક્ષા બોલાવી ને બધા ગોઠવાઈ ગયા . ક્રિષ્ના ટ્રાવેલ્સ ની વોલ્વો ની ટીકીટ એડવાન્સ માં લઇ લીધેલ . રાત્રે 11 વાગ્યા ની બસ હતી . સવારે સદા ચાર વાગ્યે અમદાવાદ પહોચાડે ..ત્યાતી અમારી કાલુપર રેલ્વે સ્ટેશન થી ટ્રેન સવારે દસ ને વિશ વાગ્યે ઉપડવાની હતી .અમદાવાદ હરિદ્વાર એક્સપ્રેસ .
આખી રાત્રી ના લગભગ જાગતા સવારે અમદાવાદ પહોંચી .રેલ્વે સ્ટેસન માં બ્રશ કરી પ્લેટફોર્મ પર પહોચી ગયા …નાસ્તા ચા પાણી નો દોર શરુ થયો .
ટ્રેન આવી ……. ગોઠવાયા . હવે શરુ થઇ સીટ ની રામાયણ . કારણ કે આર એ સી ટીકીટ હતી .પણ જેમ તેમ એડજસ્ટ કરી બીજે દિવશે
બપોર ના 12:45 ના હરિદ્વાર સ્ટેસન પર ઉતર્યા.
હરિદ્વાર ને હરી નું દ્વાર માનવા માં આવે છે .હરિદ્વાર ઉત્તરાખંડ નું મોટું શહેર છે .અને ઉત્તરાકાહ્ન્દ ને દેવભૂમિ માનવા માં આવે છે .આ દેવ ભૂમિ માં જવા નો રસ્તો અહી થી સારું થાય છે .એટલે તેને હરિદ્વાર કહેવા માં આવે છે .
જેના શિખરો સર્વે થી ઉંચા છે. અને જેની ઘરતી પર હજારો વર્ષોથી હજારો ઋષી મુનીઓએ તપ કરી આ ભુમીને પાવન કરેલ છે. જયા ભગવાન શિવ તથા મા પાર્વતી ની તપોભુમી છે. જે ભુમીને શબ્દોથી વર્ણવી ન શકાય પરંતુ અનુભુતી કરી શકાય એવી આ પાવન ભુમી યોગાધીરાજ હીમાલયની તળેટી અને જે હીમાલયના મસ્કત થી વહી અનેક ઝરણા ઓ પોતાના માં સમાવી પવિત્ર ગંગા સ્વરૂપે આ ઘરતી ઊપર વહે છે. એવી ભુમી હીરદ્વારમા પગ મુકતાજ અનેરો આનંદનો અનુભવ થાય છે.
મોટી રીક્ષા કરી ને સીધાજ શાંતિકુંજ માં જઈ રૂમ રાખ્યો .
ફ્રેસ થઇ ને સાંજે જ ગંગા સ્નાન માટે હરકીપેઢી જવા રવાના થયા .
ગાયત્રી તીર્થ શાંતિકુંજ, હરિદ્વાર
ગાયત્રી તીર્થ શાંતિકુંજ, હરિદ્વારએ ઋષિ-પરં૫રાના બીજારો૫ણ કેન્દ્રના રૂ૫માં ઈ.સ. ૧૯૭૧ માં સ્થાપિત કરવામાં આવ્યું હતું, જયારે ૫રમપૂજ્ય ગુરુદેવ મથુરા સ્થાયી રૂ૫થી છોડીને ૫રમ વંદનીયા માતાજીને અખંડ દી૫કની રખેવાળી માટે અહીંયા છોડીને હિમાલયમાં ચાલ્યા ગયા. ગુરુસત્તાના નિર્દેશ ૫ર તે ફરી એક વરસ ૫છી પાછા આવ્યા, ત્યારે શાંતિકુંજને તેમણે એક મોટા વિરાટ રૂ૫ આ૫વા, બધાં ઋષિગણોની મૂળભૂત સ્થા૫નાઓને અહીં સાકાર બનાવવાનો નિશ્ચય કર્યો. એનાથી ૫હેલાં ૫રમવંદનીયા માતાજીએ ર૪ કુમારી કન્યાઓની સાથે અખંડ દી૫કની સમક્ષ ર૪૦ કરોડ ગાયત્રી મંત્રનું અખુડ અનુષ્ઠાન શરૂ કરી દીધું હતું. પૂજ્યવરે પ્રાણ પ્રત્યાવર્તન સત્ર, જીવન સાધના સત્ર, વાનપ્રસ્થ સત્ર વગેરેના માઘ્યમથી વિભિન્ન ક્ષેત્રમાં સક્રિય કાર્ય કરવાવાળા કાર્યકર્તા અહીં ઘડયા. આ સત્રશ્રૃંખલા કલ્પ સાધના, સંજીવની સાધના સત્રોના રૂ૫માં ત્યારથી જ ૯ દિવસીય સત્રો તથા એક માસના યુગશિલ્પી પ્રશિક્ષણ સત્રોના રૂ૫માં ચાલી રહી છે. અત્યારે ૫ણ નિરંતર તેમાં આવવાવાળાનો દોર (ક્રમ) ચાલું રહે છે. ૫હેલેથી જ બધાં પોતાનું બુકિંગ એમાં કરાવી લે છે.
શાંતિકુંજને ગાયત્રી તીર્થનું રૂ૫ આપી સપ્ત ઋષિઓની મુતિઓની સ્થા૫ના ઈ.સ. ૧૯૭૮-૭૯ માં કરવામાં આવી. એક દેવાત્મા હિમાલય વિનિર્મિત કરવામાં આવ્યા. અહીં બધા સંસ્કારોને સં૫ન્ન કરતા રહેવાનો ક્રમ બની ગયો, જે સતત ચાલી રહયો છે. નિત્ય અહીં દીક્ષા, પુંસવન, નામકરણ, વિદ્યારંભ, યજ્ઞો૫વીત, વિવાહ, શ્રાદ્ધ-ત૫ર્ણ વગેરે સંસ્કાર સં૫ન્ન થાય છે. આની વચચે ૫રમવંદનીયા માતાજીએ જાગરણ સત્ર શ્રૃંખલાઓ સં૫ન્ન કરવામાં આરંભ રાખ્યો. દેવકન્યાઓને પ્રશિક્ષિત કરી આખા ભારતમાં જી૫ ટોળીઓમાં મોકલવામાં આવી. એના માઘ્યમથી ત્રણ વરસ સુધી ભારતના ખૂણે ખૂણામાં ભીષણ નાદ થતો રહયો.
શાંતિકુંજનું ગાયત્રી નગર, જે આજે એક વિરાટ સ્થા૫નાના રૂ૫માં, એક એકેડમી રૂ૫માં દેખાય છે તથા જેમાં એકીસાથે દસ હજાર વ્યકિત રોકાઈ શકે છે, ઈ.સ. ૧૯૮૧-૮ર માં બનવાનું શરૂ થયું. વિલક્ષણ, દુર્લભ જડી બુટૃીઓના છોડ અહીં રો૫વામાં આવ્યા તથા પ્રખર પ્રજ્ઞા-સજળ શ્રઘ્ધારૂપી તીર્થસ્થળીનું પૂજ્યવરે પોતાની સામે નિર્માણ કરાવ્યું. અહીં તેમના નિર્દેશાનુસાર તેમના શરીર છોડત બન્નેય સત્તાઓને અગ્નિ સમર્પિત કરવાની હતી. સ્વાવલંબન વિદ્યાલયથી લઈને એક વિશાળ ઓટલાનું નિર્માણ અને ગાયત્રી વિદ્યાપીઠથી લઈને ભારતના બધા સરકારી વિભાગોના પ્રશિક્ષણના તંત્રની સ્થા૫ના અહીં કરવામાં આવી છે અને આ એક જીવતું જાગતું તીર્થ હવે બની ગયું છે, જયાં ઉજજવળ ભવિષ્યની પૂર્વ ઝાંખી જોઈ શકાય છે. કોમ્પ્યુટરોથી સજજ વિશાળ કાર્યાલયથી લઈને ૫ત્રાચાર વિદ્યાલય, જયાં દરરોજ હજાર૫ત્રોથી આખા તંત્રનું માર્ગદર્શન કરવામાં આવે છે. અહીંથી ખાસિયત છે.
તન મન ને પાવન કરનારી માતા ગંગા માં સ્નાન કરી ને રાત્રી ની આરતી નો લાભ લઇ મંદિર માં દરસન કરી પરત શાંતિ કુંજ ગયા ..
બીજે દિવસે સવારે લગભગ ત્રણ વાગ્યે શાંતિ કુંજ માં ગાયત્રી મંત્રોચાર સાથે યજ્ઞ ની શરૂઆત થઇ …યજમાનો ની ચહલ પહલ સારું થઇ ગઈ …અમો પણ વહેલા ઉઠી ગયા . પવિત્ર વાતાવરણ ..થી મન પવિત્ર થઇ ગયું …..
રામઝુલા-લક્ષ્મણ ઝૂલા પુલ પર થી પસાર થઇ ત્યાં આવેલા મંદિર ના દર્શન કર્યા …
ત્યાંથી હરિદ્વાર તરફ રવાના થયા જ્યાં
* ગોરખનાથ મંદિર
* દક્ષ મહાદેવ મંદિર (કનખલ )
*ઇન્ડિયા ટેમ્પલ
* મનસાદેવી મંદિર
* ભારતમાતા મંદિર
* સપ્તઋસી આશ્રમ
* ચંડીદેવી મન્દિર (કનખલ )
* સતી કુણ્ડ
* વૈષ્ણોંદેવી મન્દિર
વગેરે મંદિર માં દર્શન કરી પરત શાંતિકુંજ માં આવ્યા ..જમ્યા પછી પહેલું કામ એ કર્યું કે ચારધામ યાત્રા માં નીકળવા માટે બુકિંગ કરાવ્યું ..એક વ્યક્તિ દીઠ ભાડું રૂપિયા 2700 થતા રૂપિયા 27000 જમા કરાવ્યા …સવારે 8 વાગ્યે બસ શાંતિકુંજ ની સામે થી જ મળશે ,,, અને ટ્રાવેલર્સ ની જરૂરી સુચના લીધી ….દરેક વ્યક્તિ ની નામ નોંધણી કરાવી ….સવારે રૂમ ખાલી કરી ને શાંતિ કુંજ થી નીકળ્યા વધારા નો સમાન ટ્રાવેલર્સ ની ઓફીસ માં જ રાખી જરૂર પુરતો સમાન સાથે રાખ્યો .
હવે થઇ શરૂઆત મુખ્ય યાત્રા ની સવારે આઠ વાગ્યાના ટ્રાવેલર્સ ની ઓફીસ માં બેસી ને બસ ની રાહ જોતા હતા બસ આવી દસ વાગ્યે બસ આવી …બસ માં 15 શીટ હોય અમો હતા દસ …બાકી ના બિહાર ના પટના પાંચ યાત્રાળુ હતા ..જેમાં નવલકિશોર ભાઈ તેમના પત્ની અને બીજા તેમના સબંધી ત્રણ ઉમર ની મહિલાઓ હતી . તે લોકો અમારી પહેલા સીટ પર કબ્જો જમાવી ને બેસી ગયા હતા ..
અમારા કાફલા માં સીટ અને બેસવા બાબત ચર્ચા થવા લાગી , મેં બધા ને સમજાવ્યા કે એ લોકો આગળ ની સીટ માં ભલે બેસે , આપણે પાછળ બેસી જસુ ,આમેય આગળ બેસીસું તો ઊંધું બેસવાથી એક તો રસ્તા માં બરાબર જોઈ નહિ શકીએ , અને ચક્કર કે ઉલટી થશે , આમ અમે પાછળ ની સીટ માં બેસી ગયા . જો કે પછી આગળ બેઠેલા એ લોકો ની હાલત ખુબજ ખરાબ થઇ જતા બધા ને સત્ય સમજાઈ ગયું . કારણ કે એ લોકો ઉલટી કરી કરી ને લોટપોટ થઇ ગયા ..
દહેરાદુન શહેર જોતા જોતા આગળ ગયા …..મસુરી નો કેમ્પટી ફોલ ધોધ રસ્તા માં આવ્યો જો કે ત્યાં સ્ટોપ કરવા ની ના જ પડી હતી પણ ધોધ ની સામે ની બાજુ થોડી વાર માટે બસ ઉભી રાખી ડ્રાઈવરે અમને એ ધોધ થોડી વાર માટે જોવા
ભગવાન ભગવાન કરો, જે થવાનું લખ્યું હશે તે કોણ ટાળી શકે ?”
ગમ્મે તેમ કહો થોડીક બીક તો ઓછી થઇ.અહીંયા કુદરત તો ભરપુર ખીલી છે. સાત આઠ હજાર ફીટ ઉંચા પહાડો અને આખા રસ્તે નીચે કોઇને કોઇ વહેતી નદી જોવા મળે જ, ક્યારેક ગંગા તો ક્યારેક યમુના, અલકનંદા તો ક્યારેક મંદાકીની તો ક્યારેક ભાગીરથી.
ઉંચાઈ લગભગ 10,000 ફૂટ પર હોવાથી ઠંડી નું પ્રમાણ ઘણું વધી ગયું હતું …. યમુનોત્રી લગભગ 11000 ફૂટ ની ઉંચાઈ પર આવેલ છે ……અજવાળું થવા લાગ્યું હતું ….એક જગ્યા એ બસ ઉભી રાખી ….ડ્રાઈવર નીચે ઉતર્યા …. આગળ ટ્રાફિક જામ હતો … ક્યારે ખુલશે કહી સકાય નહિ ….
સવાર નો સમય હતો ….નાના છોકરાઓ સ્કુલે જતા હતા …રોડ થી નીચે ની તરફ સ્કુલ હતી …ફોટા માં દેખાય છે તે મુજબ ..સવાર ના નવ થવા આવ્યા હતા …લગભગ સાડા નવ વાગ્યે અમો ટ્રાફિક માં થી નીકળ્યા …. બસ આગળ જતા ઉપર ની તરફ બર્ફ થી ઢકાયેલા પર્વતો નજરે પડવા લાગ્યાં ..એ જોઈ ને બધા જોઈ રહ્યા હતા ….ઉગતા સૂર્ય ના પ્રકાશ માં ચાંદી જેવા ચમકતા પહાડો …..હોય તેના કરતા ઉજાસ માં વધારો કરતા હતા …
બસ હવે યમુનાજી ને કાંઠે કાંઠે ચાલતી યમુનોત્રી તરફ આગળ વધી રહી હતી …ક્યાંક પર્વત પર થી ધોધ સ્વરૂપે કયાંક સપાટ મેદાન માં વહેતી યમુનામહારાણી નું દર્શન કરતા કરતા આગળ વધતા હતા .
દસ વાગ્યે હનુમાન ચટ્ટી પહોંચી ગયા …ડ્રાઈવરે બસ ને સાઈડ માં પાર્ક કરી ….યમુનાજી ની તળેટી માં અમો પહોચી ગયા હતા …અમો નીચે ઉતર્યા ત્યાં ઘોડાવાળા અમને ઘેરી લીધા …સાબજી મેરા ઘોડા લે લીજીએ ….. લગભગ ત્રણસો થી ચારસો ઘોડાવાળા હતા ….બસ એકજ અવાજ માં એકજ વાત કરતા હતા …સાબજી મેરા ઘોડા લે લીજીએ ………
હવે ધ્યાન માં રાખવા જેવી બાબતો છે …….ઘોડા વાળા ને એડવાન્સ કઈ દેવું નહિ ….ફક્ત જકાત ના સો રૂપિયા વ્યક્તિ દીઠ ટેક્સ ના આપી તે ચલન પરત લઇ દરેક વ્યક્તિ ને સાથે આપવું …જે જકાત નાકા પર ચેક કરે છે …જે પરત આવી ને ઘોડા વાળા ને આપવાનું રહે છે …પણ જે વ્યક્તિ ઘોડા પર રહે તેને જ તે રાખવું . બીજું ઘોડા પર બેસતા ઘોડા વાળા તુરંતજ તેના સવાર ને લઇ ને ચાલવા માંડે છે …જેથી છુટા પડી જવા નો ભય વધારે છે ટ્રાફિક એટલો બધો હોય છે ફરી ભેગા થવું સંભવ નથી …અને યાત્રા દરમ્યાન આપ આપના સાથી યાત્રાળુ ને ગોતતા ફરસો …ત્રીજું …ઘોડા સપાટ રસ્તા પર નહિ પગથીયા ચડી ને ઉપર લઇ જવા ના છે રસ્તો લગભગ સાત થી આઠ ફૂટ નો સાંકડો છે અને પ્રવાસી ,ઘોડાવાળા ,ડોલીવાળા ,ચાલવાવાળા ,નો ઘસારો વધારે છે .એટલે ખુબજ સાવચેતી જરૂરી છે એટલે બધા સાથે રહે તે જરૂરી જ છે . ઘોડા ઉપર બેસવું અલગ બાબત છે અને બેસી ને પગથીયા ખુબજ જોખમી છે .





એક બાજુ ખાઈ ..પર્વત ના ફરતે પર્વત કોતરી ને પગથીયા બનાવ્યા હતા ….ક્યાંક ક્યાંક પગથીયા પણ તૂટેલા હતા …ઘોડા ની અવરજવર થી ચારે બાજુ ઘોડા ની લાદ અને પેશાબ થી પગથીયા પર ક્યારેક ઘોડા લસરતા હતા ….સામે થી ડોલીવાળા ,પીઠુંવાળા,ઘોડાવાળા આવતા હતા …આ બધા ની સામે ચડવા વાળા …
આ એક અદ્ભૂત આધ્યાત્મિક અનુભૂતિ આપતું નૈસર્ગિક સૌંદર્ય છે.
યમુનોત્રી તીર્થ ધાર્મિક મહત્વની સાથે મનમોહક પ્રાકૃતિક સૌંદર્યને કારણે પણ તીર્થયાત્રિઓ અને પર્યકોને મોહિત કરે છે. અહીં જોવા મળતા બરફથી ઢંકાયેલા ઊંચા પર્વતો, શિખરો, દેવદાર અને ચીડના લીલા જંગલો, ક્યારેક કાળા તો ક્યારેક સફેદ દેખાતા વાદળો, વાદળોની વચ્ચે ચમકતા સૂર્યનો તેજ, પહાડોની વચ્ચે વહેતી હવાઓની ધ્વનિ અને વનસ્પતિઓ તેમજ પક્ષીઓના કલરવની સાથે વહેતી યમુના નદીની શીતળ ધારા મનને મોહિત કરી દે છે. આ એક અદ્ભૂત આધ્યાત્મિક અનુભૂતિ આપતું નૈસર્ગિક સૌંદર્ય છે. અહીં આવેલા ગ્લેશિયર અને ગરમ પાણીના કુંડ આકર્ષણનું કેન્દ્ર છે.
યમુના નદીના ઉદ્ગમ સ્થાનમાં સપ્તર્ષિ કુંડ અને સપ્ત સરોવર છે, જ્યાં કેટલાક પ્રાકૃતિક સ્થળો અને ગ્લેશિયરોમાં પાણી ભરાયેલું રહે છે. યમુનોત્રીનું સહુથી મોટું આકર્ષણ ગરમ પાણીના કુંડ છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓ આ ગરમ પાણીના કુંડોમાં સ્નાન કરે છે. જેનાથી યાત્રાનો સંપૂર્ણ થાક દૂર થાય છે.
અહીં આવેલા સૂર્ય કુંડનું જળ એટલું વધારે ગરમ હોય છે કે તેમાં ચોખા ભરેલી પોટલી નાંખવામાં આવે અને થોડી વારમાં બહાર કાઢવામાં આવે તો તે ભાત બનીને બહાર આવે છે. ગરમ પાણીનું તાપમાન લગભગ 10 ડીગ્રીની આસપાસ હોય છે. અહીંના પાણીમાં ઉકાળેલા ચોખા યાત્રાળુઓ પોતાની સાથે પ્રસાદના રુપમાં લઇ જાય છે.
કાલિંદ પર્વતથી લઇને જાનકીચટ્ટી સુધી યમુના પર બરફનું આવરણ હોય છે. જાણે કે આખુ વાતાવરણ ઊંઘતું હોય તેવું લાગે. પણ યમુના નદી તો બરફની નીચે પણ સતત વહેતી રહે છે.
એક બાજુ ગરમ ધગ ધગતું પાણી જે ઠંડુ પાડી ને કુંડ માં આવે છે …જયારે યમુનોત્રી ના પ્રવાહ માં હાથ નાખો તો બરફ જેવું પાણી …..




સૂર્ય કુંડ- યમુનોત્રીમાં સ્થિત ગરમ પાણીના કુંડમાં સૂર્ય કુંડ મુખ્ય છે. અહીં પ્રકૃતિનું અનુપમ રુપ જોવા મળે છે. એક તરફ શીતળ અને ઠંડી યમુના નદી અને બીજી તરફ ગરમ જળના કુંડ. આ કુંડનું તાપમાન એટલું હોય છે કે જો મખમલના કપડામાં બટાકા કે ચોખા બાંધીને તેમાં નાંખવામાં આવે તો તે રંધાઇ જાય છે. અહીં આવતા તીર્થયાત્રીઓ તેને પ્રસાદના રુપમાં ગ્રહણ કરે છે.
યમુના મૈયા નું પાન કરી પાવન થઇ …પરત જવા પ્રયાણ કર્યું ..હા મારી દીકરી કિન્નરી ને રસ્તા માં ઘોડા પર બેસવાથી થોડા દિવસ પહેલા થયેલ પથરી નો દુખાવો શરુ થયો, દવા તથા ઇન્જેક્સન સાથે હતા , મારા કાકાજી મહેશ ભાઈ જોષી ડોક્ટર છે જે સાથે હતા યોગ્ય ઈલાજ કરી ..નીચે ની તરફ જવા રવાના થયા .(ચમત્કાર :મારી દીકરી કિન્નરી ના આ પથરી નો દુખાવો આ પ્રવાસ દરમ્યાન જે શુદ્ધ અને નિર્મળ જળ જે પહાડો માંથી નીકળે છે, તે પીવાથી આ પ્રવાસ દરમ્યાન જ મટી ગયો। આ છે અહી ની જડીબુટ્ટી માં થી વહેતા પાણી નો પ્રતાપ હવે તે બિલકુલ સ્વસ્થ છે . )
આ પ્રવાસ દરમ્મ્યાન અમે ઘણી એવી જગ્યા એ થી પાણી ભર્યું જે પહાડો પર થી આવતું હતું બહુ થોડા પ્રમાણ માં …….પર્વતો પરથી ટપકતા આ પાણી ના ઝરણા ને પાઈપ લગાડેલા હતા ….જે બોટલ માં ભરતા બિસ્લેરી કરતા પણ ચમકતું પાણી બોટલ માં દેખાતું . રસ્તા માં બહુજ ઓછા પ્રમાણ માં ધાબા અને હોટલો હોવા થી આ પાણી જ પીવું પડતું .
સૌ સૌ ના ઘોડા વાળા ને ગોતી ફરી સવાર થઇ અમે નીચે ઉતારવા નું શરુ કર્યું . હવે ઘોડા પગથીયા ઉતરતા હોવા થી .પાછળ ની સાઈડ નમી ને બેસવું પડતું હતું . આગળ પેગડા માં ભરાવેલા પગ પર વજન આપવું પડતું હતું . ઘોડા પગથીયા ઉતરતી વખતે આગળ ની સાઈડ માં નમતા હોવા થી બેલેન્સ રાખવું અઘરું હતું .ક્યારેક ઘોડા ના પગ પગથીયા પર મુક્તિ વખતે આગળ લસરતા હતા .ત્યારે હૃદય ધબકારા મારવાનું ચુકી જતું હતું ..એક બાજુ ખાઈ હતી અને ઉતરતી વખત નો રસ્તો ખાઈ બાજુ થી જ ઉતારવા નો હતો .
એક વાર ઘોડો પાણી પીતા પીતા ભડકયો ..માંડ બેલેન્સ રાખ્યું …ઘોડા વાળા ને પૂછ્યું :યે કયું એસી હરકત કર રહા હૈ ? તો તેને કહ્યું સાહેબ પર્વત પર થી જરા કાંકરી પણ જો પડે ને એ આ જાનવર જાણી જાય છે …તેથી એ થોડો દુર જતો રહ્યો . હવે ઉતરતી વખતે ઝડપ માં પણ વધારો થયો હતો . રસ્તા માં એક ઘોડો સવાર સાથે ખીણ માં ખાબક્યો હતો . આમારી સાથે ના યાત્રાળુ નો ઘોડો બે વખત વખત બેસી ગયો હતો .. જો કે કોઈ પણ જાત ની ઇજા ના થઇ .એટલી યમુના માતા ની મહેરબાની . … આટલી તકલીફ વચ્ચે પણ મારી સાથે ના વડીલો ની હિંમત હજુ અડગ હતી . જયારે વધારે ઢાળ વાળા પગથીયા આવતા ત્યારે અમને ઘોડા પરથી ઉતરી અને થોડા પગથીયા ચાલી ને ઉતરવું પડતું હતું .
આખરે અમો નીચે ઉતરી ગયા ..જો કે ઉતરતી વખતે બધા અલગ અલગ થઇ ગયા હતા .પણ બધા સહી સલામત નીચે ઉતરી ગયા . ઘોડા વાળા ને 700 રૂપિયા પ્રતિ સવારી આપ્યા .આમ ટોટલ 800 રૂપિયા થયા .. વધારા માં બક્ષિશ માંગતા એમને એમની મહેનત પ્રમાણે યોગ્ય બક્ષીસ આપી રાજી કર્યા .
નીચે ઉતરી બસ શોધી .અમારો સંઘ આવી ગયો હતો પણ સાથે ના બિહાર ના યાત્રાળુ કોઈ દેખાતા ન હતા . અને રસ્તા માં પણ કોઈ જગ્યા એ દેખાયા ના હતા . અમે લગભગ 4 વાગ્યે ઉતારી ગયા હતા . થોડી વાર રાહ જોઈ મોબાઈલ નંબર લગાવ્યો .કવરેજ ના હતું .. એ લોકો લગભગ 5.30 એ બસ માં આવ્યા .હવે ફરી અમારી બસ બર્કોટ તરફ રવાના થઇ ….