ચાર ધામ યાત્રા -2 (ગંગોત્રી )


English: Gujarati (ગુજરાતી) in Gujarati Script...

દેશ નો આત્મા અને દેશ નું વિરાટ સ્વરૂપ બંને નું એકી સાથે દર્શન કરવા યાત્રા એજ અમોઘ સાધન છે .

બદ્રીનાથ ,કેદારનાથ , ગંગોત્રી અને યમુનોત્રી આ ચાર ધામ માં બદ્રીનારાયણ માં તેમનો વૈભવ આકર્ષે છે . જયારે કેદારનાથ માં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે . યમુનોત્રી ની ભવ્યતા આપણા હૃદય માં કાયમ ને માટે સ્થાન કરી લે  છે . ગંગોત્રી તો પોતાની પવિત્રતા માં જ આપણને સાવ ડુબાડી દે છે .

                                                                                                   -કાકા કાલેલકર સાહેબ

આગળ નો પ્રવાસ યમુનોત્રી વાંચવા અહી ક્લિક કરો  http://wp.me/pTr7n-9G

અમારી બસ હવે બારકોટ તરફ આગળ વધી રહી હતી અંધારું થતું જતું હતું ..ડ્રાઈવર જેટલું બને તેટલો રસ્તો કાપવાના મુડ  માં હતો . એક તો ઉતરાણ નો રસ્તો હતો . અને થોડું અંધારું પણ ખરું . બધાના જીવ પડીકે બંધાઈ ગયા હતા . અને યમુનોત્રી નો થાક પણ . મારી બંને પુત્રીઓ ઘોડાવાળા જોડે થયેલી વાતો કરતી હતી . ઘોડાવાળા એ એને જે ફૂલો અને જડીબુટ્ટી ની વાતો કરી હતી તેની વાતો ખૂટતી ના હતી . કોઈ ઘોડા વિષે વાત કરતુ હતું . મારો ઘોડો આમ ચાલતો હતો . અમારા એક યાત્રી તો ડરપોક હતા અને એનો ઘોડો ખાઈ ના કિનારા બાજુ જ ચાલતો હતો ….વગેરે વાતો ચાલતી હતી ….અમે બાર્કોત થી આગળ નીકળી ગયા છીએ ..
લગભગ 8:30 નો સમયે ડ્રાઈવરે એક જગ્યાએ બસ ઉભી રાખી ઢાબા જેવું દેખાતું હતું અને લાઈટો જલતી હતી .બસ સીડ મા રાખી અમને કહ્યું ..રૂમ રેન્ટ નક્કી કરો બરાબર લાગે તો અહી રોકાઈ જઈએ નહિ તો આગળ દસ બાર કિલોમીટર આગળ બીજી હોટલ છે . આ ઢાબા માં રાત કઈ રીતે વીતાવીશું ?
હું બસ માં થી નીચે ઉતાર્યો તો ઢાબા માં નીચે જતો દાદરો જોયો ..મેનેજર સામે આવ્યો: આઈએ સાહબ કિતની સવારી હે ?
અમો 15 વ્યક્તિ હતા એમ જણાવ્યું ..દસ વ્યક્તિ નો એક અને 5 વ્યક્તિ અમારી સાથેના બિહાર ના યાત્રી . શરૂઆત માં દસ વ્યક્તિ ના રૂમ ના 2500/- ભાડું કહ્યું પણ બાર્ગેનિંગ કરતા 1500/- રૂપિયા માં એજ રૂમ આપવા તૈયાર થઇ ગયો ..
રૂમભાડા માં ઘણું બાર્ગેનિંગ થાય છે કારણ કે રસ્તા માં ઘણી નાની નાની હોટલો આવેલી છે યાત્રી ઓ ના પ્રવાહ ઉપર ભાડા માં વધારો ઘટાડો થતો રહે છે . પણ આપણો ગુજરાતી સ્વભાવ …લડી જ લેવું છે બકા . પણ ફાયદો પણ છે …અમને પણ અગાઉ થી સુચન મળેલ ભાડા માં ધાબડી દેશે ધ્યાન રાખજો .
હોટલ કૈક આવી હતી રોડ પર થી જોઈએ તો ખાલી મોટા હોલ જેવી હતી જેમાં જમવા માટે ના ટેબલ ગોઠવવામાં આવ્યા હતા . પહેલી નજરે લાગે કે ,શું અહી રહેવા માટે રૂમ ની સુવિધા હશે ? પણ અંદર જઈએ એટલે સીડ માંથી એક સીડી નીચે ની તરફ ઉતરતી નઝરે ચડે અને પછી તો નીચે ની સાઈડ માં લગભગ ત્રણ કે ચાર માળ કે ફ્લોર જોવા મળે . જે હોટલ ની વિરુદ્ધ દિશા માં પહાડ ની ગોદમાં નીચે ના માળ હોય છે .સમાન બસ માંથી ઉતારી અમે રૂમ માં ગોઠવાયા ફ્રેસ થયા .હવે જમવાની તપાસ કરી .હોટલ વાળા કહે કે જો તમારે જાતે રસોઈ કરવી હોય તો પણ છૂટ છે। અમો રસોઈ સમાન અને સીધુ આપીશું વ્યક્તિ મુજબ ચાર્જ લઈશું . પણ જાતે રાંધી શકી એટલી શક્તિ કે હિંમત કોઈ ની હતી નહિ અમે મેનુ નક્કી કર્યું ગુજરાતી ડીસ 100/- ..મારી બંને પુત્રી તો રૂમ માં પહોંચતા જ સુઈ ગઈ હતી .શ્રીમતીજી પણ થાક્યા હતા . અમે આજ હકીકત માં આખો દિવસ માં કઈ ભોજન લીધું જ ન હતું નાસ્તો માં જ ચલાવી લેવું પડ્યું હતું . છતાં મોડું જમવાનું તૈયાર થતા બે ત્રણ વધારાની વિકેટ પડી ગઈ . લગભગ 10:30 જમવાનું તૈયાર થયું . જમી ને સુઈ ગયા . હોટલ માં પંખા નો હુક પણ ક્યાય જોવા ના મળ્યો .કારણ કે અહી પંખા કે એસી ની જરૂર પડતી નથી . અને આટલું ગાઢ જંગલ પણ છતાં કોઈ પણ જાત ની જીવાંત કે મચ્છર જોવા માં ન આવે .
સવારે 5 વાગ્યે બસ માં બેસી જ જવું આવું ડ્રાઈવર નું સુચન હતું અમો ત્રણ વાગ્યે ઉઠી ગયા .ન્હાવાને માટે પાણી ની એક ડોલ ના પચાસ રૂપિયા . પણ ડોલ મોટી અને ફૂલ ગરમ પાણી હોય તેથી બે ત્રણ જણા આરામ થી સ્નાન કરી શકે છે .
પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ .
જેટલા દેશ આપણે જોયા તપાસ્યો પોતાનો કર્યો તેટલા દેશ પ્રત્યે આપણી વિશીસ્ટ લાગણી કેળવાય છે . એના વિષે અભિમાન કે ભક્તિ પેદા થાય છે .
સાચી વાત તો એ છે કે જીવન નું ઉત્થાન જયારે મંદ પડે છે . ત્યારે માણસ ના હૈયા માં અજ્ઞાત ની બીક પેસી જાય છે . જો જીવન માં યૌવનપૂર્ણ પ્રાણ હોય તો એજ અજ્ઞાત નું આમંત્રણ ટાળ્યું ટળતું નથી .અજ્ઞાત પાછળ દોડવું અનો અનુભવ કરવો , એના ઉપર વિજય મેળવી એને જ્ઞાત બનવું એજ જીવન નો મોટા માં મોટો આનંદ અને સારા માં સારો પૌષ્ટિક ખોરાક છે . વૈજ્ઞાનિક પ્રયોગ કરી ને એક જાત નો વિજય મેળવે છે જયારે પ્રવાસ કરી ને બીજી જાત નો .
હિમાલય ની સવાર કોઈ વર્ણવી શકે તેમ નથી .ધીમે ધીમે પ્રકૃતિ દેવી આળસ મરડી ને ઉભી થાય છે , પક્ષીઓ તેમનું ગાન ગઈ રહ્યા છે .પૂર્વ ના સફેદ શિખરો માં લાલ રંગ રેલાઈ રહ્યો છે .રાત્રે કાળા દેખાતા પર્વતો પોતાના મૂળ રંગ માં લીલાછમ દેખાય છે .
chardhamIMG_0183SUNRICE KEDARNATHમેં બચપણ માં સાંભળ્યું હતું કે હિમાલય ના જે ઝાડ છે તે ઋષિમુની ઓ જ છે . જે વર્ષો થી તપ કરે છે . અને તેમના પર્ણ માં પણ   જુદીજ ચમક ધરાવે છે. લીલા રંગ ના પણ ઘણા પ્રકાર છે .જે આજે અનુભવ્યું .
IMG_0242IMG_0256હિમાલય ની ખેતી જોવા જેવી છે . બેઠી અને પહોળી ટેકરીઓ હોય ત્યાં શિખર થી તળેટી સુધી બબ્બે ચ્ચાર હાથ પહોળા પગથીયા જેવા ક્યારા બનાવે છે . અને તેમાં હાથે ખોદી ને અનાજ વાવે છે . પહાડો થી ઉતરતા પાણી ને ધોરીયા વાટે અમુક જગ્યા એ સિંચાઈ થી પણ ખેતી થતી હતી . 
IMG_0308IMG_0665IMG_0179અમારી બસ હવે બારકોટ થી ધરાસુ તરફ જવા ના રૂટ પર હતી ..લગભગ પાંચ કલાક ની મુસાફરી પછી અમારા ડ્રાઈવર જગદીશ ભાઈ એ એક જગ્યાએ બસ ને ઉભી રાખી .દસ વાગ્યા હતા . અહીપર્વત પર એક  શિવ ગુફા હતી .ગુફા માં જવા નો રસ્તો એકદમ કરાર (સીધું જ ચઢાણ ). અમારા માં થી લગભગ ત્રણ કે ચાર જણા  જ ગુફા સુધી પહોંચી શક્યા .હું  પણ હિંમત હારી બેસી ગયો . ગુફા ની અંદર શિવલિંગ ની ફરતે પાણી ભરેલું રહે છે પત્થર ની ગુફા માં પાણી ક્યાંથી આવે છે તે રહસ્ય છે .
અમે નીચે જ આવેલ ચા નાસ્તા ના ધાબા હતા જ્યાં ચા નાસ્તા લીધો . અહી ની થોડી ક્ષણો .

IMG_0311

IMG_0313

IMG_0314
ફરી બસ માં ગોઠવાઈ અમો મુસાફરી સારું કરી રસ્તા માં લવન્ડર કલર ના ફૂલો ના ઝાડ આવ્યા , મારી બંને પુત્રી ઓ ને આ ફૂલો જોઈતા હતા.. બસ ઉભી રાખી .
IMG_0315
IMG_0316
IMG_0320+

                                                                                                 કેટલી ખુશ થઇ ગઈ છે બને ?

IMG_0323

અહી થી ઉતરકાશી સુધી નો રસ્તો ઘણો ખરાબ છે રસ્તા માં પહાડ ગમે ત્યારે પડે અને રસ્તો બંધ થઇ જાય છે .ટૂંક માં એમ કહી સકાય કે કાચા અને ખરતા પહાડો નો રસ્તો …………

IMG_0326

IMG_0328
IMG_0331

IMG_0158

IMG_0156
                                   અમારી બસ ઉત્તરકાશી માં પ્રવેશી ….. અહી આવેલ પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવ્યું ….
IMG_0336                                   ઉત્તરકાશી ભગવતી ભાગીરથી ને કિનારે વસેલું રમણીય નગર છે . ઉત્તરકાશી જીલ્લા મથક છે . આ વિસ્તાર નું પ્રાચીન નામ વારાણવત્ત છે .પાંડવો ને લાક્ષાગ્રહ માં બાળવા નો પ્રયાસ અહી થયો  હતો .તેમ અહી ના લોકો નું કહેવું છે . ઉત્તરકાશી પહાડો થી ઘેરાયેલું નગર છે . ગંગા કિનારે કુટિયા બાંધી રહેનારા સાધુ ઓ ની સંખ્યા અહી ઘણી છે . અહી વિવિધ કલર ના ફૂલો ના ઝાડ પણ જોવા મળે છે .

IMG_0337

IMG_0341

IMG_0367
    કાશી ની જેમ અહી પણ મણી કર્ણિક ઘાટ અને કાશીવિશ્વનાથ નું મંદિર છે ,
IMG_0351

IMG_0359IMG_0347

      અહી ની થોડી ક્ષણો………………….

    અહી પર્વત માં પેટાળ માં થી એક બોગદું બનાવી રસ્તો બનાવેલો  છે
IMG_0344IMG_0345
IMG_0360
IMG_0363

                                                     અહી દર્શન કરી અમો ગંગોત્રી તરફ આગળ રવાના થયા ….રસ્તામાં એક આશ્રમ આવ્યો પાઈલોટ બાબા નો આશ્રમ ..હાલ એક ચીની સાધ્વી અહીનો મઠ સંભાળે છે …બહુજ વિશાળ આશ્રમ છે ….. મહાદેવ ની વિશાળ પ્રતિમા(લગભગ ત્રીસ ફૂટ ઉંચી ) ભાગીરથી ને કિનારે અતિ રમ્ય લાગે છે .આશ્રમ માં સરસ મઝા ના ફૂલો છે . ધ્યાન મંદિર ભાગીરથી ના કિનારા પર છે .
IMG_0381
IMG_0382
IMG_0375
IMG_0376
IMG_0377
IMG_0379

IMG_0380હિમાલય દેવભૂમિ છે એવું સાંભળ્યું છે ,વાંચ્યું છે ,મન થી માનેલું , પણ યથાર્થ અનુભવ આજે થયો કે દેવભૂમિ એટલે શું ?
અને હિમાલય ને દેવભૂમિ કઈ રીતે કહી શકાય ?દેવભૂમિ એટલે ચેતનાને દેવત્વ ની નજીક પહોંચાડી દે તેવી ભૂમિ .દેવભૂમિ એટલે સાધના ના દ્વાર ખોલી દે તે ભૂમિ .હિમાલય માં દેવસૃષ્ટિ ના આત્મા ઓ વિહરતા હોય છે . અને સિધ્ધો  હોય છે .એમ મનાય છે કે આ તથ્ય ને સાબિત કરવાનો કોઈ ઉપાય  આપણી  પાસે નથી . પણ આ હિમાલય માં અધ્યાત્મ ના પથિકો ને સહાય કરનાર તત્વ વધુ સક્રિય છે .અને અભિભૂત ચેતાનાઓને તેનો સ્પર્શ પણ અનુભવાય છે .એટલું તો હિમાલય માં નિશ્ચિંત છે .

IMG_0385સૂર્યની મસ્ત કિરણો અહીં આપણા દેહને જલાવી શકે નહિ કેમકે ઠંડી હવાઓના ઝોકા એને પણ નરમ બનાવી દે છે ..આલ્હાદક લાગે છે એ કુમળો તડકો … અહીની પ્રકૃતિમાં નીરવ શાંતિનું અનંત સામ્રાજ્ય છે
1 (113...)ઉત્તરકાશી થી ૩૯ કિલોમીટર દૂર એક ગંગનાની નામની જગા આવી .અહીં ગરમ પાણીના કુંડ છે ..સરસ પાકી બાંધેલી જગ્યા છે .મહિલાઓ માટે અલગ વ્યવસ્થા છે ..ચા નાસ્તા માટે સરસ વ્યવસ્થા છે .
IMG_0396IMG_0394અહી પણ ગરમ પાણી ના કુંડ છે …ચારધામ ના ચારેય તીર્થ પર ગરમ પાણી ના કુંડ છે . જો કે ગંગોત્રી થી આ કુંડ ઘણા દુર છે, પણ ગંગોત્રી ના રસ્તા માં જ આવેલ છે . અહી સાધુ સંતો ઓ કાયમી નિવાસ કરે . અહી એક સાધુ સફેદ ઉંદર ને કમર પર રાખી ને ફરતા હતા . 
IMG_0399IMG_0401 અમારી બસ હવે હર્ષિલ તરફ આગળ વધી રહી હતી , રસ્તો હવે ઉપર ની વધારે ઉપર ચડતો હતો . ભાગીરથી ના કિનારે કિનારે બસ આગળ વધતી હતી ….

બરફ ના પહાડો હવે નજીક આવતા જતા હતા …

ભાગીરથી ના અનેક મનભાવક સ્વરૂપ નું અનુપાન કરતા કરતા આગળ વધતા હતા રસ્તા માં એક જગ્યાએ ટ્રાફિક જામ હતો ..રસ્તો એટલો ખતરનાક હતો એક બાજુ વિશાળ પહાડો બીજી બાજુ અનંત ખીણ …IMG_0451

પહાડો ને આંબાવા મથતા દેવદાર ,ચીડ , ના વૃક્ષો .

IMG_0429IMG_0466

લગભગ એક કલાક પછી અમારી બસ ટ્રાફિક માં થી નીકળી અને ફરી અવાજ કરતી ….હાંફતી આગળ વધી .બસ જેટલી અવાજ કરતી હતી તેટલી ઝડપ ના હતી .

હર્ષિલ ….
હર્ષિલ માં રાજકપૂર નિર્મિત “રામ તેરી ગંગા મૈલી ” નું શુટિંગ આ સ્થળે થયું હતું . આ પિક્ચર લગભગ દરેકે જોયું જ હશે કેટલા રમણીય દૃશ્ય હતા !  આજ એ જ પ્રકૃતિ નું અમે પણ કરી રહ્યા હતા . અહી સફરજન ના બગીચા આવેલ છે .ભગવતી ભાગીરથી  ને અહી વહેવા માટે વિશાલ મેદાન મળેલ .. તેથી શાંત પણ વેગ થી વહે છે .  જુના પિક્ચર માં જોવા મળતા હિમાલય ના લોકેસન હવે અત્યાર ના પિક્ચર દેખાતા નથી ..
હર્ષિલ થી આગળ  ભૈરોઘાટી  આવે છે ..અને પછી ગંગોત્રી સાંજ ના લગભગ ચાર ત્રીસ નો સમય થયો છે . ભૈરોઘાતી થી દસ કિલોમીટર આગળ ગંગોત્રી મંદિર છે . પહેલા ભૈરો ઘાટી સુધી જ વાહનો જતા અને આગળ ના દસ કિલોમીટર યાત્રાળુ ઓ એ ચાલી ને જવું પડતું હતું પણ હવે ગંગોત્રી સુધી રોંડ  બની ગયો છે .
અને અમારી બસ છેક ગંગોત્રી પહોંચી .   સાંજ ના છ વાગ્યા હતા ..

ગંગોત્રી 10300 ફૂટ ની ઉંચાઈ પર વસેલું છે .હિમાલય ના સ્થાન માં ગંગોત્રી નું વીશીષ્ટ સ્થાન છે . આપણા દેશ માં ભગવતી ગંગા ને પવિત્ર માનવામાં આવે છે . એની પાચળ કોઈ ગહન રહસ્ય છે . તે રહસ્ય છે જ છે તેથી તેને બુધ્ધિ પૂર્વક સમજાવી શકાય તેમ નથી . દરેક હિંદુ જીવન માં એક વાર ગંગા સ્નાન ને ઝંખે છે . મૃત્યુ સમયે ગંગાપાન મુત્યુ પછી ગંગા માં અસ્થી વિસર્જન . ગંગા ભારતીય સમૂહ ના ચીત માં  ઓતપ્રોત થઇ ગઈ છે .ભારતીય પ્રજા એ સદીઓથી ગંગા ને માતા તરીકે સ્વીકારી છે .

ગંગોત્રીનું સ્મરણ કરતાંવેંત ગંગાનું સ્મરણ થયા વિના નથી રહેતું. ગંગોત્રી ગંગાનું ઉદ્દભવસ્થાન મનાય છે, પરંતુ ખરું જોતાં એ ઉદ્દભવસ્થાન તો ગંગોત્રીથી થોડુંક દૂર છે. ગંગોત્રીમાં તો ગંગાના પ્રથમ વારના વિશાળ, પુનિત પ્રવાહનું દર્શન થાય છે. એ પ્રવાહ ખૂબ જ આકર્ષક અને અદ્દભુત છે. કહે છે કે ભગીરથે પોતાના પૂર્વજો અથવા રાજા સાગરના સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કરવા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર આણી. એને પરિણામે એમનો ઉદ્ધાર તો થયો જ, પરંતુ પૃથ્વીના અસંખ્ય જીવોને કૃપા મળી.

ગંગોત્રીનું સ્થાન ઘણું સુંદર છે. યમુનોત્રી માં જેમ યમુનાજી નું મંદિર છે તેમ ગંગોત્રીમાં ગંગાનું નાનકડું મંદિર છે. પર્વતો પર બરફ છવાયેલો હોવાથી સ્થાન રમણીય તો લાગે જ છે, પરંતુ ઠંડી પણ સારા પ્રમાણમાં પડે છે. એવી ઠંડીમાં પણ યાત્રીઓ ગંગામાં સ્નાન કરે છે. જમનોત્રીમાં કુદરતે ગરમ પાણીના કુંડ કર્યા છે, તેથી યાત્રીઓને ઘણી રાહત રહે છે. પરંતુ આવું કુદરતી સૌભાગ્ય ગંગાત્રીને નથી મળ્યું. એટલે ત્યાંના ઠંડા વાતાવરણમાં મોટે ભાગે તાપ નીકળ્યા પછી જ સ્નાન કરવું પડે છે. ગંગોત્રીમાં મકાનો સારા પ્રમાણમાં છે. ગંગાના સામેના તટપ્રદેશ પર સાધુસંતોને રહેવાની કુટિરો છે. સાધુસંતોને માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા તથા ધર્મશાળા પણ છે.

એ પ્રદેશમાં ચીલ તથા દેવદારના વૃક્ષો વધારે છે. એથી એની રમણીયતામાં વધારો થાય છે. એ સુંદર સ્થળની ઊંચાઈ સમુદ્રની સપાટીથી દશ હજાર ફૂટ જેટલી છે. ત્યાંના ગંગાજીના મુખ્ય મંદિરમાં શંકરાચાર્યે સ્થાપેલી ગંગાની મૂર્તિ છે, તથા રાજા ભગીરથ, યમુના, સરસ્વતી ને શંકરાચાર્યની મૂર્તિઓ પણ જોવા મળે છે. ગંગાજીની મૂર્તિ સોનાની છે. ગંગોત્રીમાં ભગીરથ શિલા છે. તેના પર રાજા ભગીરથે તપ કર્યું હતું એમ કહેવાય છે.

IMG_0476

gangotiIMG_0482IMG_0483IMG_0479IMG_0488IMG_0495

આટલી ઠંડી માં પણ મારી બંને દીકરીઓ એમના બા (નાની બા)  સાથે મશ્કરી ના મૂડ  માં હતી …. બંને ખુબ જ ખુસ છે .  અને એમના નશીબ માં આ યાત્રા હશે જ .. નહિ તો આજ થી લગભગ તેર  વર્ષ પહેલા અમે ચાર ધામ યાત્રા માટે હરિદ્વાર આવેલ ..પણ મોસમ ત્યારે વધારે ખરાબ હોવા થી યાત્રા શક્ય થઇ ન હતી …

IMG_0507

ચાલો ને દાદા અહી ગંગા કિનારે બધા પથ્થર  ગોઠવી ને ઘર બનાવે છે .મારે પણ બનાવવું છે .

IMG_0502

હિમાલય હંમેશા વિશ્વ ના દરેક પ્રવાસી ને આકર્ષતો આવ્યો છે . બે  વિદેશી કપલ સાથે માનસી ………………IMG_0530IMG_0478IMG_0499

અહી મંદિર ની બહાર નાની એવી માર્કેટ છે . 

IMG_0515IMG_0516

અમો લગભગ સાત વાગ્યે અહી થી રવાના થયા ,, હવે અમારી બસ કેદાર નાથ તરફ રવાના થઇ .અંધારું થવા નો સમય છે એટલે કદાચ બસ વધારે આગળ નહિ વધે  એવું લાગતું હતું અને એવુજ થયું  અમારે નીચે આવેલ ભૈરોઘાટી માં જ રોકાવું પડ્યું .  બસ ભૈરોઘાટી પહોચી નહિ ત્યાં વરસાદ જબરદસ્ત ચાલુ થયો . ડ્રાઈવરે ભૈરોઘાટી માં રોકાવાનું અનુકુળ લાગ્યું જોકે આગળ નો રસ્તો કાચા પહાડો  નો હોવાથી અહી રોકાવું જ હિતાવહ હતું .

આગળ ની યાત્રા …………………………..ચાર ધામ યાત્રા-3 (કેદારનાથ)

This entry was posted in જાંબુડા, દિકરી, jambuda and tagged , , , , , , , . Bookmark the permalink.

8 Responses to ચાર ધામ યાત્રા -2 (ગંગોત્રી )

 1. Jayesh Desai says:

  ji, aap ni vaato kahrekhar chaar dham yatra krawa ni khub khub prerna aape che. khub janva malyu. dhanyawaad, Jayesh Desai, Vapi, Gujarat

  Like

 2. AJAY N RANA says:

  You are so lucky for enjoying chardham yatra.

  Like

 3. Kanu Yogi says:

  ઉત્તરાખંડની થોડાક મહિનાઓ પહેલા બનેલી ઘટના પછી ચારધામ યાત્રાએ જવુ હમણાં તો શક્ય જ નથી , બધુ થાળે પડતાં વર્ષો લાગશે. પણ અચાનક નેટ પર આપની સ્ટોરી – પ્રવાસ વર્ણન વાંચ્યા છી તો ઘેર બેઠે જ અમે યાત્રા કરી દિધી. આપનો ખુબ ખુબ આભાર કે આપે સુંદર મઝાની તસ્વીરો અમારા સહુ માટે રજૂ કરી અને તેની સાથેજ સરળ શબ્દોમાં વર્ણન પણ કર્યું. અભિનંદન. હવે પછી બીજે ક્યાંય પ્રવાસે જાઓ તો આવીજ ગાથા અમારા સહુના માટે અવશ્ય રજૂ કરશો તેવી વિનંતી. ફરીથી ખુબ ખુબ ધન્યવાદ.

  Like

 4. Gopal Shah,Nadiad says:

  Last five years ago i was there.If you are true hindu you must go there.Kudart ni leela jovi hoyto Chardham javu j joi ye

  Like

 5. aataawaani says:

  પ્રિય કૃષ્ણ કાન્ત ભાઈ તમે મને અહી મારા ઘર phoenix arizona u , s , a માં ઘરની અંદર બેઠે બેઠે ચાર ધામની યાત્રા કરાવી। એનું પુણ્ય મને તો મળ્યું પણ તમને પણ મળ્યું . બહુ અદ્ભુત દૃશ્યો વાળા સુંદર ફોટા જોવા મળ્યા . ખુબ મઝા આવી . તમારો આભાર .

  Liked by 1 person

 6. Dushyant Joshi says:

  Very nice…

  Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.