અજનબી ચેહરા (પેહ્ચાની આવાઝ)


પેહ્ચાની આવાઝ – અજનબી ચેહરા
-મિત્રો, હિન્દી ફિલ્મો ના એવા કેટલાક સદાબહાર ગીતો છે જેનો કંઠ આપણો જાણીતો , પણ પરદે જે કલાકાર ના હોઠ હલ્યા ,એ ચહેરા અજનબી

  • તો કદરદાનો આજે એવા કેટલાક આગીયાં -કલાકારો નો પરિચય
    ‘વક્ત ; નું અજરામર ગીત ‘આગે ભી જાણે ના તું , પીછે ભી જાણે ના તું ‘
    પ્લેબેક છે આશાજી નો , પણ પરદે જે જાજરમાન યુરોપીયન જેવા લાગતા મહિલા માઈક પકડી ને પોતે સ્થાન પરજ ડોલતા બધા ને ડોલાવે છે ,એ નું નામ એરિકા લાલ ( એક અમેરિકન એરિકા, ભારતીય ને પરણ્યા ,એ બીજા ) નિર્માતા ચોપરા કુટુંબના સંબંધી. આ એમનો એક જ ફિલ્મી પરદે દેખાવ ,પછીક્યારે પણ પરદે ન ચમક્યા
    ———‘—————-”—-
    એય મેરે પ્યારે વતન , એય મેરે બિછડે ચમન , તુજ પે દિલ કુરબાન ‘ -કાબુલીવાલાનું આ ગીત ક્યાં વતનપરસ્ત ને નહી હચમચાવ્યું હોય ?

પરદા પર આ ગીત કોને હોઠે આવ્યું હતું ખબર છે ? ૧૦૦ માંથી ૯૯ લોકો કહેશે બલરાજ સહાની , પણ ના મિત્રો એ કલાકાર હતા વઝીર મોહમદ ખાન – જેને પ્રથમ બોલતી ફિલ્મ ‘અલમ આરા’ ૧૯૩૧ માં પેહલી વાર ગીત ગાયું યોગનું યોગ જુવો આલમ આરા ના બીજા બે રી -મેક માં વઝીર સાહેબ હતા . આ બેનમુન ગીત માં બલરાજ જી સમૂહ માં અન્ય મિત્રો જોડે શ્રોતાગણમાં ઓરડામાં દેખાય છે

‘લેકે પેહલા પેહલા પ્યાર ,ભર કે આંખો મેં ખુમાર ‘ સી આઈ ડી નું આ ધમાકેદાર ગીત કોઈ ઔરંગઝેબ ને જ નહી ગમતું હોય .સાહેબ મારા ન ગમવાનું કારણ હોઈ જ ન સકે દેવ જેવો કામદેવનો અવતાર મ શકીલા જેવી ચંચલ કાળી પણ કામણગારી આ ગીત
‘રફી શમસાદ ના ખ્ન્કતો અવાજ પણ પરદે જે બે કલાકારો આ ગીત ગુન્ગુનાવ્યું એ છે શીલા વાઝ , હબીબ (શિલા વાઝ તો રવ્વૈયા વસા વૈયા માં મુખ્ય નર્તકી , હબીબ ૫૦-૭૦ ના દાયકામાં વિલન ની ગેંગ માં સભ્ય તરીકે આવતા )


–મિત્રો – બીજા આવા આગિયા કલાકારો વિશે ફરી કોઈક વાર!!

This entry was posted in jambuda. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.